/connect-gujarat/media/post_banners/320cbf60e24103c419a2f34fcc8672094794424754e7b550b538b53e846fc066.webp)
ભાવનગર શહેરના લોખંડ બજારમાં એક વાહનમાં પતરાના ટીપડામાં રાખવામાં આવેલ જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો SOG પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરમાં SOG સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન બાતમી મળતા ખારગેટ ચોક ખાતે આવેલ લોખંડ બજારમાં રહેલા એક વાહનમાં પડેલા પતરાના ટીપડામાં તપાસ કરતાં જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો..
જ્યાં કોઈ પરવાના કે, પુરતા ફાયર સેફ્ટીના સાધનો વિના 4 બેરલમાં આશરે રૂ. 29,609/-નો જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો તેમજ વાહન સહિત કુલ રૂ. 79,600/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ સાથે જ ટર્પેન્ટાઈન-પેટ્રોલીયમ પ્રવાહી મોકલનાર સનેસ સેન્સ ફ્યુઅલ ટેક ફેક્ટરીના જવાબદાર માલીક તથા માલ મંગાવનાર લોખંડ બજારમાં આવેલ રાજ સ્ટીલ ઇન્ડ્સ્ટ્રીઝના મુર્તુજા ઘોઘારી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.