ભાવનગરની જ્ઞાનમંજરી વિદ્યાપીઠને ઇનોવેટીવ યુનિવર્સીટીનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ પ્રથમવાર આ યુનિવર્સીટી દ્વારા ટેકમંજરી-2024નું આયોજન કરવામાં આવ્યું છે.
આજના યુવાઓમાં અનેક પ્રકારની પ્રતિભા રહેલી છે. પરંતુ તેને બહાર લાવવા તેમેજ રીસર્ચ માટે તેને એક ખાસ પ્લેટફોર્મની જરૂર પડે છે, ત્યારે ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સીટી દ્વારા તા. 8થી 11 ફેબ્રુઆરી સુધી ટેક્નોલોજી ફેસ્ટિવલ ટેકમંજરી-2024નું આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસીય આ ટેકનીકલ ફેસ્ટીવલ ઇવેન્ટમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ, એન્જીનીયરીંગ અને ફાર્મસીના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સુઝબુઝથી 100થી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે. જેનું ઉપસ્થિત મહાનુભાવો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે બાળકો અને વિદ્યાર્થીઓ માટે ઘર આંગણે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મેળવવા અને વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડવાનો અદભુત પ્રયાસ ભાવનગર માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.