Connect Gujarat
ગુજરાત

ભાવનગર : પ્રદેશ કોંગ્રેસ દ્વારા "બોલો સરકાર" કાર્યક્રમ યોજાયો, વિવિધ સમસ્યાઓ અંગે પ્રશ્નો રજૂ કરાયા...

કોંગ્રેસ અગ્રણી પરેશ ધાનાણી સહિતના કોંગી આગેવાનોએ ઉપસ્થિત રહી વિવિધ સમસ્યાઓ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા.

X

ભાવનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા 'બોલો સરકાર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ અગ્રણી પરેશ ધાનાણી સહિતના કોંગી આગેવાનોએ ઉપસ્થિત રહી વિવિધ સમસ્યાઓ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ દરેક રાજકીય પક્ષ પોતાના સ્તરે સક્રિય બન્યા છે. રાજકીય નેતાઓ કોઈના કોઈ બહાને કે, કાર્યક્રમ યોજી લોકો વચ્ચે વચ્ચે જઈ દિલ જીતવાના પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસ હવે જાગૃત બની છે. શહેરના શિવ શક્તિ હોલ ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા 'બોલો સરકાર' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર શહેર કોંગ્રેસના હોદ્દેદારો, સામાજિક સંસ્થાના આગેવાનો, તબીબો, વકીલો સહિત વિવિધ મંડળના આગેવાનો અને બુદ્ધિજીવીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોલો સરકાર કાર્યક્રમ દરમ્યાન રજૂ કરાયેલ વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ સાથે જ કોંગ્રેસ દ્વારા સંકલ્પ પત્ર પણ રજૂ કરાયું હતું. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણી 150 કરતાં વધુ બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બનશે. ગુજરાતમાં ફરી રામ રાજ્યની સ્થાપના કરવા, લોકશાહીની લાજ રાખવા અને સંવિધાનની સુરક્ષા માટે લોકોને ફરિવાર સામાન્ય સ્થિતિનો અહેસાસ થાય તે માટે આ વખતે કોંગ્રેસની સરકાર બનવાની હોવાનો પણ કોંગી નેતાએ દાવો કર્યો હતો.

Next Story