ભાવનગર: જુનિયર ક્લાર્ક પંચાયત વર્ગ ૩ની હિસાબી અને મહેસૂલની પરીક્ષા માટે તંત્રની તૈયારી

આવતીકાલે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ પંચાયત સેવાની પરીક્ષા માટે સ્થાનિક તંત્ર દ્વારા 181 કેન્દ્ર ઉપર 1847 જેટલા વર્ગખંડ તૈયાર કરી લેવામાં આવ્યા છે

ભાવનગર: જુનિયર ક્લાર્ક પંચાયત વર્ગ ૩ની હિસાબી અને મહેસૂલની પરીક્ષા માટે તંત્રની તૈયારી
New Update

સમગ્ર ગુજરાતમાં આવતીકાલે જુનિયર ક્લાર્ક પંચાયત વર્ગ ૩ની હિસાબી અને મહેસૂલની ખાલી પડેલી જગ્યાઓ માટે પરીક્ષા યોજનાર છે.આ પરીક્ષાની તૈયારી ભાવનગર જિલ્લામાં પણ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે ભાવનગર જિલ્લામાં આવતીકાલે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ પંચાયત સેવાની પરીક્ષા માટે સ્થાનિક તંત્ર દ્વારા 181 કેન્દ્ર ઉપર 1847 જેટલા વર્ગખંડ તૈયાર કરી લેવામાં આવ્યા છે.સમગ્ર વર્ગખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લામાં 55,390 ઉમેદવારો પરીક્ષા આપવાના છે ત્યારે ભાવનગર જિલ્લામાં ભાવનગરમાં બે મહુવામાં એક અને પાલીતાણામાં એક સ્ટ્રોંગ રૂમ પણ ઊભા કરવામાં આવ્યા છે.પોલીસ બંદોબસ્તને લઈને 724 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે

#GujaratConnect #Bhavnagar #સફાઈ અભિયાન 2023 #Junior Clerk Exam #જુનિયર ક્લાર્ક #પરીક્ષા #જુનિયર ક્લાર્ક પરીક્ષા #જૂનિયર ક્લર્ક એક્જામ #Bhavnagar Junior Clerk Exam #ભરતી
Here are a few more articles:
Read the Next Article