ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર વહેલી સવારે આનંદ નગર વિસ્તારમાં દબાણ હટાવવા માટે નીકળ્યા હતા ત્યારે અચાનક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા આરોગ્ય કેન્દ્ર ઊંઘતું ઝડપાઈ ગયું હતું
ભાવનગર શહેરમાં કમિશનર એન.વી.ઉપાધ્યાય છેલ્લા એક મહિનાથી વહેલી સવારમાં દબાણ હટાવો કામગીરી કરી રહ્યા છે ત્યારે એક માસ બાદ દબાણ હટાવો કામગીરીની સાથે અન્ય વિભાગોના પણ પ્રશ્નોને નજર સમક્ષ નિહાળીને સમસ્યા હલ કરવાની કોશિશ કરે છે ત્યારે આનંદ નગરમાં દબાણ હટાવવા માટે નીકળેલા કમિશનરના ધ્યાને આરોગ્ય કેન્દ્ર નજરે ચડ્યું હતું આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લેતા હાજર કોઈ નહીં મળી આવતા આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાઈ ગયું હતું.આનંદ નગરના આરોગ્ય કેન્દ્રમાં મોટાભાગનો સ્ટાફ હાજર નહોતો.સ્થળ પર રંગે હાથ ઝડપાયેલા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને લઈને જબરી કમિશનર એમ.આર.બ્રહ્મભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોડા આવતા અને 9:30 સુધી આરોગ્ય કેન્દ્રમાં હાજર નહીં રહેતા લોકોને નોટિસ પાઠવવામાં આવશે અને દરેક પાસે ખુલાસો મંગાવવામાં આવશે જોકે આરોગ્ય કેન્દ્ર ઉપર બેદરકારી સામે આવતા આરોગ્ય અધિકારીને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિને મામલે સમીક્ષા કરીને આગળના શું પગલાં લઈ શકાય તેના માટે ચર્ચા વિચારણા કરાશે