ભાવનગર : 10 વર્ષ પૂર્વે થયેલ ડબલ મર્ડર કેસમાં 5 હત્યારાઓને આજીવન કારાવાસની સજા ફટકારતી કોર્ટ...

ભાવનગર શહેરમાં 10 વર્ષ પૂર્વે એટલે કે, વર્ષ 2013માં થયેલ ડબલ મર્ડર કેસમાં 5 જેટલા હત્યારાઓને ભાવનગર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ કર્યો છે.

New Update

મળતી માહિતી અનુસાર, ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા વિનોદ મકવાણાના ઘર નજીક આવેલ રોડ પર બંમ્પ મુકાવવાની બાબતને લઈને આરોપી રાજુ ઉર્ફે જીવા રાઠોડ સાથે 3થી 4 વખત ઝઘડા થયા હતા. આ દરમ્યાન તા. 16-09-2013ના રોજ બપોરના સુમારે વિનોદ મકવાણા તેના પિતા જેન્તિ મકવાણા સહિત હાર્દિક મકવાણા, રમેશ મકવાણા સિટી મામલતદાર કચેરીએ જતા હતા, ત્યારે પૂર્વ આયોજન મુજબ આરોપી રાજુ ઉર્ફે જીતુ પોપટ, જેન્તિ ઉર્ફે ગેમલ મકવાણા, પ્રવિણ ઉર્ફે સાયમન્ડ ચૌહાણ, સંજય પ્રતાપ ચૌહાણ તથા રેખા જેન્તિ મકવાણા સહિત કુલ 6 આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી વિનોદ મકવાણા સાથે રોડ પર બાઈક અથડાવી પછાડી દઈ હથિયારો લઈ તૂટી પડ્યાં હતાં. જેમાં હાર્દિક મકવાણા પિતા-પુત્રને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ જીવલેણ માર માર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ વિનોદ તથા તેના પિતા જેન્તિભાઈનું સારવાર દરમ્યાન મોત થતાં આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો હતો. આ કેસ ભાવનગર એડિશનલ સેશન્સ કોર્ટના જજ એ.એન.અંજારીયાની કોર્ટમાં ચાલતા કેસ દરમ્યાન સરકારી વકીલ ઉત્પલ દવેની તર્કબદ્ધ દલીલો અને દસ્તાવેજી પુરાવાઓ તેમજ લેખિત-મૌખિક જુબાની સાથે સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી જજ એ.એન.અંજારીયાએ મહિલા આરોપી સિવાય તમામ પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

Latest Stories