ભાવનગર: ઐતિહાસિક ધરોહરની જગ્યામાં ભંગારખાનુ બની ગયુ,જુઓ શું છે મામલો

ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે એન વી ઉપાધ્યાએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી

ભાવનગર: ઐતિહાસિક ધરોહરની જગ્યામાં ભંગારખાનુ બની ગયુ,જુઓ શું છે મામલો
New Update

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી

જપ્ત કરાયેલ લારી ગલ્લા મોતીબાગ ખાતે મૂકવામાં આવ્યા

ઐતિહાસિક ટાઉન હોલ બન્યુ ભંગારખાનું

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં લાંબા સમયથી ડિમોલેશન કરવામાં.આવી રહ્યું છે જે ડિમોલેશન કામગીરીમાં જપ્ત કરાયેલા લારી ગલ્લા અને સમાન શહેરની શાન સમા ગણાતા મોતીબાગ ટાઉન હોલમાં મુકવામા આવે છે ત્યારે ટાઉન હોલ ભંગારખાનુ બની ગયુ હોવાનું લાગી રહયું છે

ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે એન વી ઉપાધ્યાએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના મોટાભાગના રોડ રસ્તા તેમજ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા દબાણો અને અડચણરૂપ લારી ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. છેલ્લા લાંબા સમયથી મનપા દ્વારા કરવામાં આવેલા ડિમોલેશન બાદ રોડ રસ્તા પર અડચણરૂપ તમામ દબાણો જપ્ત કરી શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે બગીચામાં મૂકવામાં આવ્યો છે.

જેને લઇને વિરોધ પક્ષ દ્વારા શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાવનગરના મહારાજા સાહેબના લગ્ન મંડપ ગણાતા ઐતિહાસિક ધરોહર એવા મોતીબાગ ટાઉનહોલનું હાલના સમયમાં જ કરોડોના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું છે. રીનોવેશન કરાયા બાદ મોતીબાગ ટાઉનહોલ ભાવનગરની શાન સમાન બની ગયું છે પરંતુ મહાનગર પાલિકા દ્વારા સમગ્ર શહેરમાંથી ડિમોલેશન કરાયા બાદ લાવવામાં આવતા લારીગલ્લા અને તમામ સામાન્ય મોતીબાગ ટાઉનહોલના બગીચામાં ખડકી દેવામાં આવતા હાલ મોતીબાગ ટાઉનહોલ ભંગારખાના જેવો બની ગયો છે.

#GujaratConnect #Bhavnagar #BhavnagarNews #Bhavnagar Samachar #ભાવનગર મહાનગર પાલિકા #historical heritage site #ઐતિહાસિક ધરોહર
Here are a few more articles:
Read the Next Article