ભાવનગર: વીજ કંપનીના આઉટસોર્સિંગ કર્મચારીઓએ વિવિધ માંગણી સાથે કલેક્ટરને કરી રજૂઆત

GUVNLની સબ્સીડરી કંપની GETCOના વિવિધ પ્રાઈવેટ કંપનીઓને આઉટસોર્સ કરેલ સબસ્ટેશનોમા કામ કરતા સ્કીલ્ડ કર્મચારીઓને છેલ્લા કેટલાક વર્ષો થી ફક્ત 7000 થી 8000 ના પગાર ધોરણ મા કામ કરી રહ્યા છે

New Update
ભાવનગર: વીજ કંપનીના આઉટસોર્સિંગ કર્મચારીઓએ વિવિધ માંગણી સાથે કલેક્ટરને કરી રજૂઆત

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ( GUVNL ) ની સબ્સીડરી કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ( GETCO ) ના વિવિધ પ્રાઈવેટ કંપનીઓને આઉટસોર્સ કરેલ સબસ્ટેશનોમા કામ કરતા સ્કીલ્ડ કર્મચારીઓને છેલ્લા કેટલાક વર્ષો થી ફક્ત 7000 થી 8000 ના પગાર ધોરણ મા કામ કરી રહ્યા છે આ ખૂબ ઓછા પગાર ધોરણના લીધે કર્મચારીઓ ઘણી મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે જેવીકે - - ખાદ્યતેલ અને પેટ્રોલ જેવી રોજવપરાશની વસ્તુઓની કિંમતોમા ખૂબ વધારો થયો છે જેથી કર્મચારીઓ ને પરિવાર વ્યવસ્થિત રીતે ચલાવવાનુ મુશ્કેલ બન્યું છે.

તેમજ બાળકો ધરાવતા કર્મચારીઓ બાળકોના શિક્ષણ પર પૂરતો ખર્ચ કરી શકતા નથી ત્યારે આ કંપની ના કર્મચારી દ્વારા મુખ્ય સમાન કામ સમાન વેતન GETCO મા સામાન્ય રીતે ટેક્નિશિયન ને ઓપરેટર નુ પ્રમોશન આપવામાં આવે છે ડિપ્લોમા હોલ્ડરને પણ તક આપવામાં આવે . ઈલેક્ટ્રીસીટી નુ કાર્ય અત્યંત જોખમી કાર્ય હોવા થી 25 લાખ નો વીમો આપવામાં આવે . અથવા આઉટસોર્સ ની સિસ્ટમ દૂર કરી સ્પર્ધાત્મક પરીક્ષા દાખલ કરવામાં આવે અથવા સતત પાંચ વર્ષ થી જેવો ફરજ બજાવે છે એમને કાયમી કરવામાં આવે તેવી વિવિધ માંગણી સાથે ભાવનગર અધિક કલેક્ટર ને આવેદન પાઠવ્યું હતું પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસરકર ના મંત્રી ઓ ચૂંટણી ટાણે મતદાતા ઓને લોભાવવા માટે એક્સન પ્લાન માટે સમીક્ષા બેઠક યોજે છે પરંતુ કર્મચારીઓ ના પ્રશ્ને કોઈ સમીક્ષા બેઠક નથી યોજાતી કારણ કે ભાવનગર માં ગઈકાલે ઉર્જા મંત્રી મુકેશ પટેલ દ્વારા ગુજરાત વીજ કંપનીઓ સાથે સમીક્ષા કરી જેમાં વીજ પ્રશ્નો સંભળવામાં આવ્યા પરંતુ કર્મચારીઓ ના પ્રશ્ન માટે કોઈ આયોજન પણ નહીં ત્યારે જેટકો ના આઉટસોર્સિંગ કર્મચારીઓ ની માંગ ક્યારે પૂર્ણ થશે તે જોવાનું રહેશે.

Latest Stories