/connect-gujarat/media/post_banners/91b5ee284f91a41808a427f3722c8926fe00f4e951b7eca3774892edca7fd737.jpg)
ભાવનગર શહેરના વિજય ટોકીઝ નજીકથી બાવળની કાંટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં આ માનવ કંકાલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસમાં લેવામાં આવતો સિન્થેટીક હોવાનું બહાર આવ્યું હતું.
ભાવનગર શહેરના વિજય ટોકીઝ વિસ્તાર નજીક મેદાનમાં રહેલી બાવળનું કાંટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી હતી. ઘટનાને લઈને લોકોના ટોળાએ પોલીસ તંત્રને જાણ કરી હતી. જોકે, આ માનવ કંકાલ મળ્યાનો મેસેજ સોશિયલ મીડીયામાં વાઇરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
જેમાં વિજય ટોકીઝ પાસે આવેલ અવાવરૂ ઝાડી ઝાંખરામાંથી માનવ કંકાલમાં 2 ખોપરી અને હાથ-પગ સહિતના હાડકાના કંકાલ મળી આવ્યા હતા. પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવી આ કંકાલને સર.ટી. હોસ્પિટલમાં ફોરેન્સીક તપાસ અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે આ કંકાલ સિન્થેટીક હોવાનું જાણવા મળ્યું હતું. જેનો ઉપયોગ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ થકી સંશોધન કરતા હોય તેમ જાણવા મળ્યું હતું.