/connect-gujarat/media/post_banners/0f62cb6a0e0ad3cd3f84de5797d2c74320680f6cbc3f44fe1ce0f8b554e343a1.jpg)
ભાવનગર જિલ્લાના માઢીયાથી વલ્લભીપુર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં આવી જતાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ભાવનગર જિલ્લાના માઢીયા ગામથી વલભીપુર જવા માટે 21 કિમીનો રસ્તો છે. જે પૈકી 10થી 12 કિમીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં આવી ગયો છે. માઢીયાથી આણંદપરા સુધીનો 10થી 12 કિમીનો રસ્તો હાલ ખખડધજ હાલતમાં છે. જોકે, છેલ્લા 2 વર્ષથી રસ્તામાં મોટા ખાડાઓ પડી ગયા છે. જેને પગલે બાઈક ચલાવી કે, અન્ય મોટું વાહન ચલાવવું ભારે હાલાકીભર્યું બન્યું છે, ત્યારે માર્ગ બિસ્મારને લઈને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા તંત્રમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું આજદિન સુધી સમારકામ કરાયું નથી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રૂ. 5.50 કરોડની ગ્રાન્ટ સરકાર દ્વારા મંજૂર થઈ ગઈ છે. પરંતુ આગળની કાર્યવાહી બાકી છે, અને પેચ વર્ક કરાવી રસ્તાને રીપેર કરવામાં આવી રહ્યો છે.