/connect-gujarat/media/post_banners/b46d70799f48811e4903deb20c64290c6525537b2c35480f7c3c8661938b6f76.jpg)
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં રોડ-રસ્તાના પ્રશ્નો યથાવત રહ્યા છે. તેવી જ રીતે તળાજા તાલુકાના પાદરી-ભમ્મર ગામ ખાતે ગામના યુવાનો, આગેવાનો, વડીલો, ગામના સરપંચ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. છેલ્લા ઘણા સમયથી પાદરી ગામથી પસવી ગામ સુધીનો રસ્તો તેમજ પાદરીથી રામપરા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર અવસ્થામાં આવી ગયો છે.
જેના કારણે નાના-મોટા અકસ્માત થઈ રહ્યા છે. આ બાબતે તાલુકા પંચાયત સહિત તળાજાના ધારાસભ્યને પણ આ મામલે રજૂઆત કરી હતી. તળાજા તાલુકાના તમામ રોડ રસ્તાઓ મંજૂર કરી દેવાયા છે. જોકે, હવે આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોએ લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.