ભાવનગર : ઓવરબ્રિજના કામ સાથે થતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય...

ભાવનગર-રાજકોટ હાઇવે પર ઔદ્યોગિક અને કોમર્શિયલ અસંખ્ય એકમોને કારણે સતત ટ્રાફિક રહે છે. ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા શહેરનો પ્રથમ ઓવર બ્રીજનું નિર્માણ થઇ રહ્યું છે.

New Update
ભાવનગર : ઓવરબ્રિજના કામ સાથે થતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય...

ભાવનગર મહાનગરપાલિકામાં બની રહેલ એકમાત્ર ઓવરબ્રિજનું કામ હાલ આગળ વધી રહ્યું છે, ત્યારે બ્રિજમાં એક તરફ રેલિંગ કરવામાં આવી છે. તો બીજી તરફ સ્થાનિકો દ્વારા પણ પોતાના વાહન પાર્ક કરવા રોડની સાઈડ પર સળિયાની રેલિંગ બનાવતા રસ્તો સાંકળો થઈ ગયો છે. જેને લઇને ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે.

ભાવનગર શહેરના ગૌરવપથ એટલે કે, ભાવનગર-રાજકોટ હાઇવે પર ઔદ્યોગિક અને કોમર્શિયલ અસંખ્ય એકમોને કારણે સતત ટ્રાફિક રહે છે. ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા શહેરનો પ્રથમ ઓવર બ્રીજનું નિર્માણ થઇ રહ્યું છે. ભાવનગરના ધમધમતા ટ્રાફિકવાળા આ રસ્તા ભાવનગર-રાજકોટ રોડ ગૌરવપથ પર શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી કરોડોના ખર્ચે ફ્લાયઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભવિષ્યમાં આ ટ્રાફિકની જટીલ સમસ્યા પણ ભૂતકાળ થઈ જશે. શાસ્ત્રીનગરથી દેસાઈનગર પેટ્રોલ પંપ સુધી 1580 મીટર લાંબો અને 16.50 મીટર પહોળાઈ ધરાવતો ફ્લાય ઓવરબ્રીજ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યો છે..

ત્યારે હાલ ગોકુળ ગાઈ ગતિએ ચાલતું કામ શાસ્ત્રીનગર પહોંચ્યું છે. ઓવર બ્રીજના કામ માટે કોન્ટ્રાકટર દ્વાર રોડ પર કોરિડોર કરવામાં આવ્યો છે, તો સ્થાનિક વેપારીઓ દ્વાર પાર્કિંગ માટે રેલિંગ જેવું કરી રોડ સાવ સાંકડો કરી નાખવામાં આવ્યો છે, ત્યારે આ રોડ પર રોજના 60થી 70 હજાર વાહનો પસાર થતા હોય છે. આ રસ્તો સાંકડો થતા 2 કિલ્લોમિટર જેટલો ટ્રાફિક જામ થાય છે. જેના કારણે ટ્રાફિક જામ થવા સાથે લોકોમાં અકસ્માતનો પણ ભય રહે છે, ત્યારે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આ દબાણને પણ દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Latest Stories