Connect Gujarat
ગુજરાત

ભાવનગર : તળાજા ITI દ્વારા પંપ ઓપરેટરોનો તાલીમ વર્ગ યોજાયો, વાસ્મો દ્વારા ટુલકીટ વિતરણ કરાય...

ભાવનગર : તળાજા ITI દ્વારા પંપ ઓપરેટરોનો તાલીમ વર્ગ યોજાયો, વાસ્મો દ્વારા ટુલકીટ વિતરણ કરાય...
X

ભાવનગર જિલ્લાના તળાજા આઈટીઆઈ દ્વારા ૧૪ પંપ ઓપરેટરોને તાલીમ વર્ગ દરમ્યાન પ્રમાણપત્ર અને વાસ્મો દ્વારા ટુલકીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

તળાજા આઈટીઆઈ ખાતે યોજાયેલ તાલીમ વર્ગમાં મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર અને ટુલકીટ આપી પંપ ઓપરેટરોને પ્રોત્સાહિત કરાયા હતા. તળાજા તાલુકાના વિવિધ ૧૪ જેટલા ગામોના પંપ ઓપરેટરો કે જેઓ ગામમાં પાણી વિતરણ કરવાની કામગીરી કરે છે તેઓને સર્ટીફીકેટ કોર્ષ ઈન પંપ મિકેનીકની તાલીમ ગવર્ન્મેન્ટ આઈટીઆઈ કોલેજ તળાજા દ્વારા પૂર્ણ થતાં પ્રમાણપત્ર અને વાસ્મો તરફથી રૂ. ૬૦૦૦ ની કિંમતના વિવિધ ઉપયોગી ૧૨ ટૂલ્સ સાથેની ટુલકીટ દરેક પંપ ઓપરેટરને આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા તળાજાના ચીફ ઓફિસરશ્ર કૃપેશ પટેલ, વાળા તેમજ વાસ્મોના તરફથી વિજય પરમાર, પ્રદીપ ચૌહાણ અને હિતેષ રાવ વગેરે અધિકારીઓએ હાજરી આપી હતી. આ તાલીમ આપનાર આઈટીઆઈ તળાજાના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભાવેશ પટેલીયાની શ્રેષ્ઠ કામગીરી આચાર્ય જય દવે અને તાલીમ લીધેલા ઓપરેટર દ્વારા ખુબ બિરદાવવામાં આવી હતી.

Next Story