New Update
/connect-gujarat/media/post_banners/81beb203143e09c72e43ee12dad732306462fdba1bfa22d84c9584df9e1bba07.jpg)
ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તરમાં દારૂની હેરાફેરી કરતી બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખારગેટ વિસ્તારમાં બે મહિલાઓ દારૂ લઈને આવી હોવાને પગલે સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી હતી.મળેલી બાતમી પ્રમાણે પોલીસને બે મહિલાઓ મળી આવી હતી. સામાનની ચકાસણી કરતા મોટો દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 49,200ની કિમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને બન્ને મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories