Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કેન્દ્રિય આરોગ્ય મંત્રીના હસ્તે હણોલ ગામે તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું

રાજ્યમાં પાણીના સ્ત્રોત અને ભૂગર્ભ જળ સ્તર ઘટી રહ્યાં છે, ત્યારે હવે સરકારે દરેક જિલ્લાઓમાં સરોવર બનાવવાનું જે આયોજન કર્યું છે.

X

દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણી નિમિતે ભાવનગર જિલ્લામાં જળસંગ્રહ માટે સરકાર દ્વારા કુલ 127 અમૃત સરોવર બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના વતન એવા પાલીતાણાના હણોલ ગામેથી તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આઝાદી ના અમૃત મહોત્સવ હેઠળ 75 વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાણી સંગ્રહ શક્તિમાં વધારો થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવર બનાવવાનું આહવાન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા માટેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આમ તો ભાવનગર જિલ્લામાં કુલ 127 અમૃત સરોવર બનાવવાનું આયોજન છે,

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના વતન પાલીતાણા તાલુકાના હણોલ ગામે અમૃત સરોવર યોજના હેઠળ તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યા હતું. આ પ્રસંગે ગુજરાત ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ તેમજ પીડીલાઇટ કંપનીના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં પાણીના સ્ત્રોત અને ભૂગર્ભ જળ સ્તર ઘટી રહ્યાં છે, ત્યારે હવે સરકારે દરેક જિલ્લાઓમાં સરોવર બનાવવાનું જે આયોજન કર્યું છે. જેના કારણે પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થશે, જેનો સીધો લાભ જે તે ગામોના લોકો અને ખેડૂતોને થશે. આ ઉપરાંત પાણીની કયારેય અછત નહિ સર્જાય. નવા તળાવ બનાવવા કે, ઊંડા ઉતારવાના કારણે જળસંચયમાં વધારો થશે અને આસપાસની વાડીઓ-ખેતરોમાં પાણીના તળ ઊંચા આવશે. જેના કારણે ખેડૂતો બારમાસી પાકો પણ લઇ શકશે. આમ તો સામાન્ય રીતે ઉનાળામાં ખાસ કરીને ખેડૂતો સિંચાઈના પાણીને લઈને પારાવાર મુશ્કેલી અનુભવતા હોય છે પરંતુ હવે આઝાદી કા અમૃત મહોત્સ્વ અંતર્ગત સરકારે જળ શક્તિમાં વધારો કરવા જે અમૃત સરોવર અભિયાન હાથ ધર્યું છે, તે ગામના લોકો અને ખાસ ખેડૂતો અને માલધારી પરિવારો માટે આશીર્વાદરૂપ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

Next Story