ભાવનગર : રાજ્યવ્યાપી GST કૌભાંડ પ્રકરણમાં ઉસ્માન હાલારીને કોર્ટ સમક્ષ રજૂ કરાયો, એક દિવસના રિમાન્ડ મંજૂર…

રાજ્યભરમાં ચકચારી GST કૌભાંડના એપી સેન્ટર બનેલા ભાવનગરમાં નવતર પ્રયોગથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સામાન્ય નાણાંની લાલચ આપવામાં આવી હતી.

New Update
ભાવનગર : રાજ્યવ્યાપી GST કૌભાંડ પ્રકરણમાં ઉસ્માન હાલારીને કોર્ટ સમક્ષ રજૂ કરાયો, એક દિવસના રિમાન્ડ મંજૂર…

રાજ્યવ્યાપી GST કૌભાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા અગાઉ ભાવનગરના નીલમ બાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં ઉસ્માન હાલારીની ધરપકડ કરવામાં આવી હતી. જેને કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

Advertisment

રાજ્યભરમાં ચકચારી GST કૌભાંડના એપી સેન્ટર બનેલા ભાવનગરમાં નવતર પ્રયોગથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સામાન્ય નાણાંની લાલચ આપવામાં આવી હતી. જેમાં લોકોને આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબરના આધાર કેન્દ્ર પરથી બદલી પાનકાર્ડ કઢાવી બાદમાં GST રજીસ્ટ્રેશન કરાવી ફાઈલ બનાવવામાં આવી રહી હોવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. જેની તપાસમાં SIT દ્વારા ઉસ્માન હાલારી દ્વારા GST સંબંધિત ગેરરીતિ આચરી હોવાની શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી હતી, બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ ઉસ્માન હાલારીને રજૂ કરવામાં આવતા તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. SITના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ અનેક મોટા માથાની જીએસટી કૌભાંડમાં સંડોવણી અંગે વિસ્તૃત તપાસ ચાલી રહી છે. કૌભાંડનો આંકડો અને તેની તીવ્રતા ખૂબ જ વધુ છે, તેથી SIT દ્વારા અનેક સ્તરે ગુપ્ત રાહે તપાસ ચલાવવામાં આવી રહી છે.

Advertisment