/connect-gujarat/media/post_banners/95e5a2557850239aa8665d5255aa51e01e7bcaffddf52931e166ddd0e3e49d2d.webp)
ભાવનગર શહેરના વરતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમના પોસ્ટ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રહે બાતમી મળેલી કે જૈન દેરાસર પાસે નાસ્તાની લારી ચલાવતા દિલીપભાઈ ત્રીવેદી પોતાની પાસે ભારતીય બનાવટી દારૂનું વેચાણ કરવા માટે પોતાના કબ્જામાં રાખીને વેચાણ કરે છે જે તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટી બોટલ નંગ 87 જેની કિંમત રૂપિયા 28,600 તથા બીયર નંગ 310 જેની કિંમત રૂપિયા 32,860 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે ટોટલ કિંમત રૂપિયા 61460નો મુદ્દા માલ સાથે બે વ્યક્તિને ધરપકડ કરી હતી અને તમામ મુદ્દામાલ કબજામાં લઈને વરતેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી