ભાવનગર: નવાગામ નજીક રોડ પરના જુના પુલમાં મસમોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત

ભાવનગર રાજકોટ હાઈવે પર નવાગામ નજીક રોડ પરના જુના પુલમાં એક મસમોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો

New Update
ભાવનગર: નવાગામ નજીક રોડ પરના જુના પુલમાં મસમોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત

ભાવનગર રાજકોટ હાઈવે પર નવાગામ નજીક રોડ પરના જુના પુલમાં એક મસમોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો

ભાવનગર રાજકોટ હાઈવે પર નવાગામ નજીક રોડ પરના જુના પુલમાં એક મસમોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો..આ હાઈવે સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે અને વળાંકમાં સહેજ આગળ જ એક જુના પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં નીચેથી પાણીની લાઈન પણ પસાર થતી હોય ત્યારે આ પુલ પરનું ગાબડું જીવલેણ સાબિત થઇ શકે છે.કોઈ ભારે વાહનના કારણે આ ગાબડું પડ્યું હોય પરંતુ કોઈ અકસ્માત સર્જાયો ન હતો. હાલ આ હાઈવે પર ગાબડાની નજીક પથ્થરોની આડશ કરી વાહનો બાજુમાંથી પસાર થઇ રહ્યા છે અને ત્યાં સાઈન બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે છતાં રાત્રીના સમયે કોઈ પુર ઝડપે આવતું વાહન અકસ્માતનો ભોગ બની શકે છે

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.