ભાવનગર : રાજ્યમાં સૌપ્રથમ વખત યોજાયો પશુ ચિકિત્સા કેમ્પ, પશુઓને અપાય યોગ્ય સારવાર...

રાજ્યમાં સૌપ્રથમ વખત પશુ ચિકિત્સા કેમ્પ યોજી 125 જેટલા પશુઓની યોગ્ય સારવાર કરવામાં આવી હતી.

ભાવનગર : રાજ્યમાં સૌપ્રથમ વખત યોજાયો પશુ ચિકિત્સા કેમ્પ, પશુઓને અપાય યોગ્ય સારવાર...
New Update

ભાવનગરના વ્યાસ પરિવાર દ્વારા પોતાના સ્વજનની 14મી પુણ્યતિથિ નિમિત્તે અનોખા સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં સૌપ્રથમ વખત પશુ ચિકિત્સા કેમ્પ યોજી 125 જેટલા પશુઓની યોગ્ય સારવાર કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા હાલમાં પ્રાણી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભાવનગર ખાતે પશુ નિદાન, સારવાર અને સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વસતા વ્યાસ પરિવાર દ્વારા સ્વ. કોકિલા વ્યાસની 14મી પુણ્યતિથિ નિમિત્તે સિદસર વેટરનરી પોલિક્લિનીક ખાતે રાજ્યમાં સૌપ્રથમ વખત પશુ ચિકિત્સા સાથે અનોખો સેવાયજ્ઞ યોજાયો હતો.

જેમાં 125 જેટલા પશુઓમાં ટ્યુમર, ખોડખાંપણ સહિત નાની મોટી ઇજાઓની સારવાર આપી ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગર્ભધારણ પશુઓને પ્રસુતિ તેમજ 29 જેટલા પશુઓની સર્જરી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંયુક્ત પશુપાલન નિયામક ડો. આર.એ.વાળા, નાયબ પશુપાલન નિયામક ડો. બી.એમ.શાહ, ડો. એચ.એસ.ખેર, ડો. ટી.એસ.મહેતા સહિત અન્ય તબીબોએ પણ ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.રાજ્યમાં સૌપ્રથમ વખત પશુ ચિકિત્સા કેમ્પ યોજી 125 જેટલા પશુઓની યોગ્ય સારવાર કરવામાં આવી હતી.

#ConnectGujarat #Bhavnagar #Camp #ભાવનગર #veterinary #પશુપાલન #Veterinary camp #animals Camp #પશુ ચિકિત્સા કેમ્પ #પશુ #પશુ નિદાન #ગર્ભધારણ #પશુઓને પ્રસુતિ #પશુઓની સર્જરી #સિદસર વેટરનરી પોલિક્લિનીક
Here are a few more articles:
Read the Next Article