-
મોટા ખોખરાની મહિલાઓ બની આત્મનિર્ભર
-
સોલાર ડ્રાયર બન્યું મહિલાઓ માટે પગભર થવાનું સાધન
-
શાકભાજી સૂકવીને પાવડર બનાવી બજારમાં વેચાય છે
-
મહિલાઓ સૌર ઉર્જાની મદદથી બની આર્થિક રીતે સશક્ત
-
નાબાર્ડે યોજના માટે કરી છે નાણાંકીય સહાય
ભાવનગરના મોટા ખોખરા ગામની મહિલાઓ સૌર ઉર્જાથી ચાલતા સોલાર ડ્રાયરની મદદથી આત્મનિર્ભર બની છે.શાકભાજીને સૂકવીને તેનું પાવડરમાં રૂપાંતરિત કરીને યોગ્ય પેકિંગ બાદ તેને બજારમાં વેચીને મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે.
ભાવનગર જિલ્લાના મોટાખોખરા ગામમાં મહિલાઓ એક ભાગીદાર કંપની સાથે મળીને કૃષિ ઉત્પાદનોનું પ્રોસેસિંગ કરી રહી છે. મહિલાઓ ટામેટા, ડુંગળી અને મેથીના પાન સહિત ઘણા પાકને સોલાર ડ્રાયરની મદદથી સૂકવે છે.અને પછી તેને પાવડરમાં રૂપાંતરિત કરી પેક કરીને બજારમાં વેચવામાં આવે છે. આનાથી પાકનું મૂલ્ય વધે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.
આ સોલર ડ્રાયરની ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેંક, નાબાર્ડ અને સ્થાનિક ખેડૂતોએ મળીને એક નવી શરૂઆત કરી છે. નાબાર્ડ તરફથી આ યોજના માટે નાણાંકીય સહાય આપવામાં આવી છે.
આ યોજના શરૂ કરતા પહેલા સૌપ્રથમ ગામના ખેડૂતોને સોલર ડ્રાયર ચલાવવા માટે તાલીમ આપવામાં આવી હતી. તેમને પાકને સૂકવવાની અને પછી તેને પેક કરવાની પદ્ધતિઓ સાથે માર્કેટિંગ શીખવવામાં આવ્યું હતું.આ મહિલા ખેડૂતો સતત તેમના જીવનમાં આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બની રહી છે.
સૌર ઉર્જાના આધારે ચાલતું આ સોલર ડ્રાયર મહિલાઓ માટે માત્ર આવકનું સ્ત્રોત નથી, પણ આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી દિશા પ્રદાન કરનાર સાબિત થયું છે.