Connect Gujarat
ગુજરાત

ભાવનગર : મનપા બિલ્ડીંગને હેરિટેઝ લૂક આપવાનું કાર્ય શરૂ, રૂ. 1 કરોડનો ખર્ચ થતાં વિપક્ષે કર્યા આકરા પ્રહાર

બિલ્ડીંગની મર્યાદા 40 થી 45 વર્ષની હોય તો આ બિલ્ડીંગ બન્યાને 60 વર્ષ જેવું થવા આવ્યું છે.કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા સતાધીશો ઍક્સેસ કામને મંજૂરી આપી રહ્યા છે.

X

ભાવનગર મનપાના બિલ્ડીંગને હેરિટેજ લુક આપવા માટે રીનોવેશન નું કામ ચાલુ છે ત્યારે મનપાના બિલ્ડીંગનું કામનો આંકડો 1 કરોડ સુધી પહોંચવા આવ્યો છે ત્યારે મનપાના વિપક્ષએ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો છે.ભાવનગર મનપાના બિલ્ડીંગનું રીનોવેશન અને તે બિલ્ડીં ને હેરિટેજ લુક આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં રૂપિયા 58 લાખ મંજુર કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ બિલ્ડીંગના વધારાના કામની રૂપિયા 20.12 લાખની મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2021-22માં આ બિલ્ડીંગને હેરિટેજ લુક આપવા તેમજ રીનોવેશનના બહાને શાસકપક્ષ તેમજ કોન્ટ્રાકટર પોતાના ઘર ભરી રહ્યાનો વિપક્ષનો આક્ષેપ છે.વિપક્ષનુ કહેવું છે કે બિલ્ડીંગ 1965માં બન્યું હતું ત્યારે જો બિલ્ડીંગની મર્યાદા 40 થી 45 વર્ષની હોય તો આ બિલ્ડીંગ બન્યાને 60 વર્ષ જેવું થવા આવ્યું છે.મનપાના એન્જીનીય એ આપેલા એસ્ટીમેન્ટ પણ ખોટો પડ્યા છે.કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા માટે ભાજપના સતાધીશો ઍક્સેસ કામને મંજૂરી આપી રહ્યા છે. ત્યારબાદ તેને ખોટ ન આવે તે માટે મનપાના સતાધીશો તેમાં ઍક્સેસ કામની મંજૂરી આપી કોન્ટ્રાકટરને ફાયદો કરાવે છે.

બીજી તરફ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે ભાવનગર મનપાના બિલ્ડીંગનું સ્ટ્રક્ચર ખૂબ જ સારું હતું પરંતુ આરસીસી કામનું આયુષ્ય 40 થી 45 વર્ષ નું હોય છે અને બિલ્ડીંગ જર્જરિત થતું હોય છે ત્યારે મનપાના બિલ્ડીંગમાં સ્લેબના સળિયા તૂટી ગયા છે અને આ બિલ્ડીંગમાં કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે બિલ્ડીંગના રિનિવેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે.આ રીનોવેશન કરવાથી ભવિષ્યના 25 થી 30 વર્ષ સુધી બિલ્ડીંગને મજબૂત બનાવવા માટે કામોને ઍક્સેસ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.

Next Story