ભાવનગરને સ્વચ્છ કરવા માટે મહાનગર પાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી ફેલાવતા લોકો પાસેથી રૂપિયા 83,700 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેરમાં છેલ્લા એક મહિના દિવસથી કમિશનરે સફાઈને લઈને રાઉન્ડ શરૂ કર્યા છે. શહેરમાં થતી સફાઈને પગલે કમિશનરે દરેક કામદારોને તેના વિસ્તારમાં વધારો કરી દીધો છે. ભાવનગર શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા હોય છે પરંતુ કમિશનરે લીધેલા રાઉન્ડને પગલે ભાવનગરમાં સફાઈને લઈને હવે કામગીરી દેખાય છે ત્યારે શહેરમાં એક તરફ ઘણા લોકો સ્વચ્છતા રાખવા જાગૃત બન્યા છે ત્યારે અમુક લોકો જાહેરમાં કચરો નાખીને ગંદકી ફેલાવતા હોય છે ત્યારે ભાવનગર મનપા કમિશ્નર એન.વી. ઉપાધ્યાય,ડેપ્યુટી કમિશ્નર એમ.આર. બ્રહ્મભટ્ટ તેમજ સોલીડવેસ્ટ વિભાગના અધિકારી સંજય હરિયાણીએ સંયુક્ત રીતે ચેકીંગ દરમિયાન જાહેરમાં કચરો ફેકનાર અને ગંદગી ફેલાવનાર આસામીઓને દંડ ફટકારી 83,700 ની વસુલાત કરી છે