ભાવનગર : 8 ઇલેક્ટ્રીક બાઇકની કરી ચોરી કરનાર ઈસમ ઝડપાયો, રૂ. 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત…

ભાવનગર શહેરમાં અલગ અલગ સ્થળેથી 8 જેટલી ઇલેક્ટ્રીક બાઇક ચોરી કરનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
ભાવનગર : 8 ઇલેક્ટ્રીક બાઇકની કરી ચોરી કરનાર ઈસમ ઝડપાયો, રૂ. 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત…

ભાવનગર શહેરમાં અલગ અલગ સ્થળેથી 8 જેટલી ઇલેક્ટ્રીક બાઇક ચોરી કરનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત રાત્રીના સમયે ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના નવનીયુક્ત પોલીસ ઇન્સપેકટર કે.એસ.પટેલ તથા ડી’ સ્ટાફનો પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન બાતમી મળી હતી કે, કુકડા કેન્દ્ર પાસે આવેલ અલબદર ફ્લેટમાં રહેતા ફીરોજ ખોખર નામના ઈસમે ચોરીની ઇલેક્ટ્રીક બાઇક તેના ફલેટના પાર્કિંગમાં મુકી રાખી છે. અને જે ચોરી કરેલ ઇલેક્ટ્રીક બાઇકના લોક પણ તોડી રહ્યો છે. જે હકિકત મળતા ભાવનગરની ત્રીજી આંખ સમાન નેત્રમના કેમેરા તથા તેમની ટેકનીકલ ટીમની મદદના આધારે દરોડા કરતા કુલ 8 જેટલા ચોરીના ઇલેક્ટ્રીક બાઇક જેની કિંમત રૂપિયા 1.60 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.