Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: યાત્રાધામ ચોટીલા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા યાત્રીકોની સુવિધા માટે ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઇડ માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં પ્રથમવાર ચોટીલા ખાતે મંદિર પર જવા માટે ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડનો ઉપયોગ કરાશે. આગામી સમયમાં ચામુંડા માતાજી મંદિરનો પણ જીર્ણોદ્વાર કરાશે

X

યાત્રાધામ ચોટીલા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા યાત્રીકોની સુવિધા માટે ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઇડ માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબે વિશેષ ઉપસ્થિત રહ્યા હતાયાત્રાધામ ચોટીલામાં રૂ.21 કરોડના ખર્ચે ત્રણ ફેઝમાં બનનારી ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડનું ખાતમુહૂર્ત શનિવારે કરાયું હતું. ગુજરાતમાં પ્રથમવાર ચોટીલા ખાતે મંદિર પર જવા માટે ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડનો ઉપયોગ કરાશે. આગામી સમયમાં ચામુંડા માતાજી મંદિરનો પણ જીર્ણોદ્વાર કરાશે.આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી અશ્વિની કુમાર ચૌબે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ જણાવ્યુ કે, આ રાઈડનો ઉપયોગ વૃદ્ધો, અસક્ત અને બીમાર લોકો માતાજીના દર્શને જવા માટે કરાશે. સાંસદ ડૉ મહેન્દ્રભાઈ મુંજપુરા અતિથિ વિશેષ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહા,પાટડી ધારાસભ્ય પીકે પરમાર તેમજ આગેવાનો અને ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, હેમંત ચૌહાણ અને લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા માતાજીના દુહા છંદ કર્યા હતા.

Next Story