Connect Gujarat
ગુજરાત

ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં મોટું ભંગાણ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડાયા...

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે.

ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં મોટું ભંગાણ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડાયા...
X

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ, પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આજે ફાગવેલ પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. આમ કોંગ્રેસે પણ ભાજપના નારાજ સભ્યોને પાર્ટીમાં લાવવા એડીચોટીનું જોર લગાવ્યું છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી સક્રિય બની છે. આમ તો રાજ્યમાં કોંગ્રેસ અનેક વખત તૂટી છે, ત્યારે હવે ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને મોટો ફટકો લાગ્યો છે. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ભાજપને અલવિદા કહી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ફાગવેલ ખાતેથી જ્યારે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ, ત્યારે પ્રભાતસિંહ ચૌહાણે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. પ્રભાતસિંહ ચૌહાણને એક વગદાર નેતા માનવામાં આવે છે, અને પંચમહાલની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમનું પ્રભુત્વ છે. માનવામાં આવે છે કે, કોંગ્રેસ દ્વારા પ્રભાતસિંહ ચૌહાણને વિધાનસભાની ટિકિટ પણ આપવામાં આવશે. જેથી તેનો સીધો ફાયદો કોંગ્રેસને મળે. આમ પણ પૂર્વ સાંસદ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા, અને તેનો ફાયદો ગુજરાત કોંગ્રેસે ઉઠાવ્યો છે.

Next Story