ભાજપના ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર, દિલ્હીમાં આજે મળી શકે છે ભાજપ કોર કમિટી બેઠક...

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. ભાજપની ટિકિટ મળી શકે તેવા ઉમેદવારોની યાદી સૂત્રોથી સામે આવી છે.

New Update
ભાજપના ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર, દિલ્હીમાં આજે મળી શકે છે ભાજપ કોર કમિટી બેઠક...

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. ભાજપની ટિકિટ મળી શકે તેવા ઉમેદવારોની યાદી સૂત્રોથી સામે આવી છે. ભાજપની પહેલી યાદી 10મી નવેમ્બરે આવી શકે છે. 10મીએ ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઇ શકે છે. દિલ્હીમાં સાંજે ભાજપ કોર કમિટીની સાંજે 5થી 6 વાગ્યા વચ્ચે બેઠક મળી શકે છે, ત્યારે અમે તમને જણાવી રહ્યા છે તે ઉમેદવારોની યાદી જેમને ભાજપની ટિકિટ મળી શકે છે.

સૂત્રો પાસેથી જે વિગતો મળી રહી છે, તે મુજબ મનીષા વકીલ મંત્રી, નિમિષા સુથાર મંત્રી, નરેશ પટેલ, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, શંકર ચૌધરી, સંગીતા પાટીલ, ગણપતસિંહ વસાવા, ઈશ્વર પટેલ, બળવંતસિંહ રાજપૂત, જેઠા ભરવાડ, દિલીપ ઠાકોર, પ્રફુલ પાનસેરિયા, પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ, ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી, કનુ દેસાઈ, મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, મંત્રી કિરીટસિંહ રાણા, મંત્રી જીતુ વાઘાણી, મંત્રી જગદીશ પંચાલ, મંત્રી દેવા માલમ, મંત્રી કુબેર ડીંડોર, મંત્રી જીતુ ચૌધરી, મંત્રી કીર્તિસિંહ વાઘેલા, મંત્રી મુકેશ પટેલ, મંત્રી આર.સી.મકવાણા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, હર્ષદ રીબડિયા, ગીતાબા જાડેજા, રજની પટેલ, કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવ, હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા, પબુભા માણેક, જશા બારડ, શશીકાંત પંડ્યા, બાબુ જમના પટેલને ટિકિટ નક્કી માનવામાં આવે છે. ભાજપના ઉમેદવારોની યાદી અંગે મહત્વના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે કે, 10મી નવેમ્બરે ભાજપની પહેલી યાદી આવી શકે છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ પાટીલ દિલ્હીમાં છે, ત્યારે આજે સાંજે દિલ્હીમાં ભાજપ કોર કમિટીની બેઠક મળી શકે છે.

Latest Stories