સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે મોટા સમાચાર, સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

ભેંસના દૂધના જૂના ભાવ 840 હતી જે હવે 850 કરાયા છે એટલે કે, 10 રૂપિયા ભાવ વધવાથી દર મહિને પશુપાલકોને 6 કરોડનો ફાયદો થશે

New Update
સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે મોટા સમાચાર, સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાબર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા 10નો ભાવ વધારો કર્યો છે, જે ભાવ વધારો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. સાબર ડેરીના ભાવ વધારાના પગલે 3.50 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, ભેંસના દૂધના જૂના ભાવ 840 હતી જે હવે 850 કરાયા છે એટલે કે, 10 રૂપિયા ભાવ વધવાથી દર મહિને પશુપાલકોને 6 કરોડનો ફાયદો થશે. દૂધના ભાવમાં વધારા કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Latest Stories