Connect Gujarat
ગુજરાત

અમરેલી જિલ્લાભરમાંથી થયેલ બાઇક ચોરીનો પર્દાફાશ, 13 બાઇક સાથે LCB પોલીસે કરી તસ્કરની ધરપકડ...

X

જિલ્લાભરમાંથી ચોરી થયેલ બાઇક ચોરીનો મામલો

ચોરીની 13 બાઇક સાથે LCBએ કરી તસ્કરની ધરપકડ

ધારીના પ્રેમપરા પંથકમાંથી બાઇક તસ્કર ઝડપાયો

અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાઓ સુદ્રઢ બનાવવા માટે અમરેલી પોલીસ સતત કટિબદ્ધ હોય છે, ત્યારે બાઇક ચોરીની ઘટના પરથી LCB પોલીસે પરદો ઉંચકીને જિલ્લાભરમાંથી બાઇક ચોરીની ઘટનાને અંજામ આપતા બાઇક તસ્કરને ઝડપી પાડ્યો છે. ધારીના ચેકડેમની પડતર જગ્યા પર 10 બાઇક પડી હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે બાતમીને આધારે અમરેલી LCB પોલીસે ધારીના પ્રેમપરા પંથકમાંથી મેહુલ દાફડા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. જેમાં ચોરી થયેલી 13 જેટલી બાઇક પણ પોલીસે જપ્ત કરી હતી. સમગ્ર મામલે અમરેલી જિલ્લા પોલીસવડા હિમકરસિંહે વધુ માહિતી આપી હતી.

Next Story