/connect-gujarat/media/post_banners/0f97dfaf29638dfcd877c6f5e0d41fc4cae20713d38e9e1591d54299cf207e63.jpg)
લોકસભાની ચૂંટણીનો ધમધમાટ
ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
નરેન્દ્ર મોદી વારાણસીથી લડશે ચૂંટણી
ગુજરાતના 15 ઉમેદવારોના નામ પણ જાહેર
ભરૂચ બેઠક પર મનસુખ વસાવા રિપીટ
ફટાકડા ફોડી કરાય ઉજવણી
ગુજરાતમાં કોંગ્રેસ- આપનું ઈન્ડિયા ગઠબંધન જાહેર થયું છે અને ભાવનગર અને ભરૂચ સીટ પર બે ઉમેદવાર જાહેર થયા છે. ત્યારે આજે ભાજપ દ્વારા ગુજરાતના ઉમેદવારો સહિત દેશમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું નામ જાહેર કરાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌ પહેલું નામ વારાણસી બેઠક માટે જાહેર કરાયું છે.કચ્છ - વિનોદ ચાવડા બનાસકાંઠા - રેખા ચૌધરી પાટણ - ભરતજી ડાભી ગાંધીનગર - અમિત શાહ અમદાવાદ પશ્વિમ - દિનેશ મકવાણા રાજકોટ - પુરષોત્તમ રૂપાલા પોરબંદર - મનસુખ માંડવિયા જામનગર - પુનમ માડમ આણંદ - મિતેશ પટેલ ખેડા - દેવુસિંહ ચૌહાણ પંચમહાલ - રાજપાલસિંહ જાદવ દાહોદ - જશવંતસિંહ ભાભોર ભરૂચ - મનસુખ વસાવા બારડોલી - પ્રભુ વસાવા નવસારી - સી આર પાટીલના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભરૂચ બેઠક પર મનસુખ વસાવાના નામની જાહેરાત થતાની સાથે જ ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી મનસુખ વસાવાને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે તેમની પસંદગી બદલ તેઓ પક્ષનો આભાર માને છે. સામે કોઈ પણ ઉમેદવાર હશે તેઓ આ બેઠક 5 લાખ કરતા વધુ મતોની સરસાઈથી જીતશે