Connect Gujarat
ગુજરાત

ભાજપએ પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામ કર્યા જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત કરવામાં આવી

ભાજપએ પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામ કર્યા જાહેર
X

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી. આ બાદ, ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે.



ભાજપના ઉમેદવારોની યાદી

પહેલા ફેઝનાં 84 નામ જાહેર

ભાજપના ઉમેદવારોની યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાને રિપિટ કરવામાં આવ્યા છે. દસાડાથી પુરષોત્તમ પરમાર, રાપરથી વિરેન્દ્રસિંહ, ગીતાબા જેતપુરથી, ટંકારાથી દુર્લભભાઇ, જામનગર ઉત્તર રેવા બા.

ઉનાઇમાંથી કાળુભાઇ રાઠોડ, મોરબીથી કાંતિ અમૃતિયા, વરાછા કિશોરભાઇ કાનાણી ,તલાળાથી ભગા બારડ, મહુવાથી જેતપુરથી જયેશ રાદડિયા.

કામરેજથી પ્રફુલભાઇ, બારડોલીમાંથી ઇશ્વરભાઇ, લીંબડીથી કિરિટ શાહ, ગંધીઘામ માલતી મહેશ્વરી, મજુરાથી હર્ષ સંઘવી, વ્યારા મોહન કોકણી, કનુભાઇ દેસાઇ કપરાડા, જીતુભાઇ ચૌધરી ઉમરગામ

બીજા ફેઝના ઉમેદવારોના નામની યાદી

બીજા ફેઝમાં ઇડર રમણલાલ ઇશ્વરલાલ વોરા, મોડાસા ભીખુભાઇ પરમાર, વિરમગામમાંથી હાર્દિક પટેલ, એલિસબ્રિજમાંથી અમિતભાઇ શાહ, નારણપુરા જીતેન્દ્ર પટેલ, નિકોલ જગદીશ પંચાલ, બાપુનગર રાજેન્દ્રસિંહ ખુસવા, દરિયાપુર કૌશિકભાઇ, અસારવા દર્શના વાઘેલા, દસક્રોઇ બાબુભાઇ પટેલ, ખંભાત મહેશભાઇ રાવલ, ઉમરેઠ ગોવિંદ પરમારનાં નામ જાહેર થયા છે.

Next Story