ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે ભાજપ દ્વારા અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 25થી વધારે દિગ્ગજ નેતાની ટિકિટ કાપી નાખી છે.
ભાજપની પ્રથમ યાદી જાહેર કરી તેમાં રાજ્યના અનેક દિગ્ગજોની ટિકિટ કાપવામાં આવી છે. રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણીનું પત્તુ કપાયું છે, તો રાજકોટ દક્ષિણથી ગોવિંદ પટેલનું પત્તુ કપાયું, તો મંત્રી બ્રિજેશ મેરજા મોરબીથી ન મળી ટિકિટ, અંજારથી વાસણ આહીરની ટિકિટ કપાઈ, જામનગર ઉત્તરથી હકુભાની ટિકિટ કપાઈ, ગઢડાથી આત્મારામ પરમારની ટિકિટ કપાઈ, બોટાદથી સૌરભ પટેલનું પત્તુ કપાયું, નવસારીથી પિયુષ દેસાઈની ટિકિટ કપાઈ, નરોડાથી બલરામ થાવાણી ટિકિટ કપાઈ, નારણપુરાથી કૌશિક પટેલની ટિકિટ કપાઈ, અમદાવાદ મણિનગરથી સુરેશ પટેલની ટિકિટ કપાઈ, ડીસાથી શશીકાંત પંડ્યાની ટિકિટ કપાઈ, વઢવાણથી ધનજી પટેલનું પત્તુ કપાયું, વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ, નિમા આચાર્યની ભુજ બેઠકની ટિકિટ કપાઈ, ગાંધીનગર દક્ષિણથી શંભુજી ઠાકોરની ટિકિટ કપાઈ, વેજલપુરથી કિશોર ચૌહાણની ટિકિટ કપાઈ, તો એલિસબ્રિજથી રાકેશ શાહની ટિકિટ ભાજપ દ્વારા કાપવામાં આવી છે.