/connect-gujarat/media/post_banners/1deddebc0c43041f8bdf9e23ac152f0567849abf6b3512f6c2664e120271a07d.jpg)
ગુજરાતના શિક્ષણ મુદ્દે AAP અને BJP વચ્ચે રાજકારણ ગરમાયું છે. આજે મનીષ સીસોદીયા ગુજરાતની શાળાઓની મુલાકાત લીધી હતી તો બીજી તરફ દિલ્હી ભાજપના સ્થાનિક સાંસદોએ દિલ્હીમાં કેટલી શાળાની કરી મુલાકાત કરીને ચોંકાવનારો દાવો કર્યો છે. છેલ્લા ઘણા સમયથી શિક્ષણ મુદ્દે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા ભાવનગર મુલાકાતે આવી પહોંચ્યા હતાં.
જ્યાં તેઓએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આવેલા હદાનગરમાં આવેલા સરકારી શાળા નંબર 62 અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવતી શાળા ની મુલાકાત લીધી હતી. બીજી તરફ દિલ્હીમાં ભાજપના સ્થાનિક સાંસદ દિલ્હીની કેટલી શાળાઓની મુલાકાત કરી હતી. જેમાં તેઓએ દિલ્હીની કેટલીક શાળાઓની મુલાકાત કરીને વાસ્તવિકતાનો વીડિયો શેર કર્યો હતો. જેમાં ભાજપના સાંસદો દ્વારા દાવો કરાયો હતો કે, દિલ્હીની કેટલીક શાળાઓમાં હજુ પણ પીવાના પાણી, ઓરડાની ઘટ છે. દિલ્લીના શિક્ષણમંત્રીએ આપેલા ચેલેન્જ બાદ સોશિયલ મીડિયામાં ભાજપ અને AAP વચ્ચે વાકયુદ્ધ પણ શરૂ થયું છે