Connect Gujarat
ગુજરાત

પ્રેમ સબંધનો લોહિયાળ અંત: સુરતમાં પ્રેમિકાએ લગ્નની ના કહેતા પ્રેમીએ છરી ઘા ઝીંકી રહેંસી નાખી

પ્રેમ સબંધનો લોહિયાળ અંત: સુરતમાં પ્રેમિકાએ લગ્નની ના કહેતા પ્રેમીએ છરી ઘા ઝીંકી રહેંસી નાખી
X

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પ્રેમી દ્વારા પ્રેમિકાની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા શહેરમાં હચમચી પામી જવા પામી છે યુવક અને યુવતી વચ્ચે 3 વર્ષથી પ્રેમસંબંધ હતો જાહેરમાં હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી

સચિનના તલંગપુર વિસ્તારમાં આવેલી સાંઈ દર્શન સોસાયટીમાં 20 વર્ષીય નીલુ ગુલાબશંકર વિશ્વકર્મા પરિવાર સાથે રહેતી હતી. સોસાયટીમાં પડોશમાં જ રહેતા 20 વર્ષીય શૈલેષ વિશ્વકર્મા સાથે નીલુને પ્રેમસંબંધ હતો.

શૈલેષ નીલુ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, જોકે નીલુ અન્ય યુવક સાથે લગ્ન કરવાની વાત કરતાં શૈલેષ ઉશ્કેરાઈ ગયો હતો. આજે નીલુ સોસાયટીમાં ઘરની બહાર હતી. દરમિયાન શૈલેષ ધસી આવ્યો હતો. ત્યાર બાદ અચાનક જ શૈલેષ ચપ્પુ લઈને નીલુ પર તૂટી પડ્યો હતો. શૈલેષે નીલુને ચપ્પુના ઘા મારી જાહેરમાં મોતને ઘાટ ઉતારી હતી.

પરિવારે જણાવ્યું હતું કે ગુલાબશંકર વિશ્વકર્મા છેલ્લાં 12 વર્ષથી આ સોસાયટીમાં રહે છે. તેને સંતાનમાં 4 સંતાન છે. જેલ નીલુ બીજા નંબરની દીકરી હતી. આરોપી શૈલેષ એમ્બ્રોડરીના કામ સાથે સંકળાયેલો છે. શૈલેષ અને તેના પિતાએ આ પહેલાં પણ મારી નાખવાની ધમકી આપી હતી.

Next Story