Connect Gujarat
ગુજરાત

બોટાદ : એક બાદ એક મોત, બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 23 લોકોનાં મોત

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 23 લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ

X

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 23 લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ મચ્યો છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સરકાર હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે.

મળતી માહિતી અનુસાર, બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 23 લોકોનાં મોત તેમજ અન્યની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના ગઈકાલે સામે આવી હતી. ત્યારે મોડી રાતે દારૂ બનાવનારને કેમિકલ આપનાર મુખ્ય આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પીપલજ પાસેથી ફેક્ટરીમાંથી મિથેનોલ સપ્લાય કરવામાં આવતું હતું. આ ઉપરાંત દારૂ બનાવનાર આરોપીનો સ્વજન જ કેમિકલ સપ્લાય કરતો હતો. ઉલ્લેખનીય છે કે, દેશી દારૂમાં મિથેનોલના કારણે દારૂ ઝેરી થઈ ગયો હતો અને તેને કારણે મોત નીપજ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી. હાલ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવને પગલે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

Next Story