જુનાગઢમાં 2 પોલીસકર્મીઓની દાદાગીરી, બી ડિવિઝન પોલીસે કરી અટકાયત

જુનાગઢમાં પોલીસકર્મીઓની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે.હોટલમાં દારૂ પીને દાદાગીરી કરતાં બંને પોલીસ કર્મીઓની અટકાયત કરવામાં આવી હતી.

New Update

જુનાગઢમાં પોલીસકર્મીઓની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે.હોટલમાં દારૂ પીને દાદાગીરી કરતાં બંને પોલીસ કર્મીઓની અટકાયત કરવામાં આવી હતી.

જુનાગઢમાં પોલીસકર્મીઓની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર રણજીત વાઘેલા અને નીતિન બાંભણીયા નામના બે પોલીસ કર્મીઓ પ્રખ્યાત બુટલેગરને ગાંધીનગરથી અમરેલી લઇ જવાને બદલે જૂનાગઢ ઘરે ઉતારીને ત્યાર બાદ જૂનાગઢની સાબરીન હોટેલમાં પોહચ્યા હતા જ્યાં દારૂ પીને દાદાગીરી કરતાં સીસીટીવીમાં કેદ થયા હતા. આ મામલે હોટેલ માલિકની ફરિયાદના આધારે જુનાગઢ બી ડિવિઝન પોલીસે આ બંને પોલીસ કર્મીઓની અટકાયત કરી હતી. આ મામલે અમરેલી એસ પી દ્વારા રણજીત વાઘેલાને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બી ડિવિઝન પોલીસે રણજીત વાઘેલા અને નીતિન બાંભણીયાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Latest Stories