અંકલેશ્વર નિલેશ ચોકડી ઓવરબ્રિજ નજીક અજાણ્યા વાહનની અડફેટે બસ ચાલકનું મોત

અકસ્માતમાં શ્યામ શંકર પુરીનું માથું કચડાઈ જતાં તેનું  કમકમાટી ભર્યું મોત નીપજયું હતું જ્યારે એજન્ટને ગંભીર ઇજાઓને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

New Update
અકસ્માત
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર નિલેષ ચોકડી ઓવર બ્રિજ પાસે પાર્સલ લેવા નીચે ઉતરેલા લક્ઝરી ડ્રાઈવર અને એજન્ટને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ડ્રાઈવરનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું..
રાજસ્થાનઆ જોધપુર જિલ્લાના બિલાડા તાલુકામાં રહેતા પોલારામ શિવરામ લોહાર લક્ઝરી બસ નંબર-આર.જે.19.પી.બી.6204 લઈ પૂના ખાતેથી મુસાફરો લઈ રાજસ્થાન જઈ રહ્યો હતો તે દરમ્યાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર નિલેષ ચોકડી ઓવર બ્રિજ પાસે બાપા સીતારામ ટ્રાવલ્સના એજન્ટ સોહન દેવાસી પાર્સલ આપવા આવતા સહ ડ્રાઈવર 31 વર્ષીય શ્યામ શંકર પૂરી નીચે ઉતરી લગેજ બોક્ષ ખોલવા ગયા હતા તે વેળા ટ્રાવલ્સના એજન્ટ સોહન દેવાસી સહ ડ્રાઈવર પાસે આવતા પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહને બંનેને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં શ્યામ શંકર પુરીનું માથું કચડાઈ જતાં તેનું  કમકમાટી ભર્યું મોત નીપજયું હતું જ્યારે એજન્ટને ગંભીર ઇજાઓને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories