Connect Gujarat
ગુજરાત

પંચમહાલ હાલોલ SRP જવાનોની બસ પલ્ટી, 30 જેટલા જવાનો થાય ઇજાગ્રસ્ત

પંચમહાલ હાલોલ SRP જવાનોની બસ પલ્ટી, 30 જેટલા જવાનો થાય ઇજાગ્રસ્ત
X

હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આબેલી દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતા 30 થી વધુ એસઆરપીના જવાનો ઇજાગ્રસ્ત થયા. તમામ જવાનોને હાલોલ રેઅફરલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે. જે પૈકી 10 જેટલા જવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.

હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આબેલી દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતા 30 થી વધુ એસઆરપીના જવાનો ઇજાગ્રસ્ત થયા છે,તમામ જવાનોને હાલોલ રેઅફરલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે. જે પૈકી 10 જેટલા જવાનો ને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં આવેલી ફાયરિંગ બટમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના 150 જવાનો આજે ત્રણ દિવસની તાલીમ પૂરી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપર થી બહાર નીકળતા સમયે ગ્રુપના જવાનોની એક બસની ઢાળ ઉતરતા બ્રેક ફેઈલ થઈ જતા 40 થી વધુ જવાનો સાથે બસ બેકાબુ બની કોતરમાં ઉતરી જઈ પલટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 30 થી વધારે જવાનોને ઇજાઓ પહોંચતા તમામને અન્ય બસ અને 108 મારફતે હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તમામ ને પ્રાથમિક સારવાર આપી વધુ ઇજાગ્રસ્ત 10 જવાનોને વડોદરા ખસેડવામાં આવ્યા છે.

Next Story