/connect-gujarat/media/post_banners/1c22332297996ddef034061e5ecf266a7988ca445008993ac19173cfa8e9c5b8.webp)
ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક યોજાશે. ધોરડોમાં ત્રિ-દિવસીય G20 બેઠક હોવાથી બુધવારની જ્યાં મંગળવારે કેબિનેટની બેઠક મળશે.CM ભૂપેન્દ્ર પટેલ ધોરડો કચ્છ માં આયોજિત G-20ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે.જેના પગલે કેબિનેટની બેઠક આવતીકાલે યોજાવાની છે.
આવતીકાલે યોજાનારી કેબિનેટની બેઠકમાં જંત્રી, પેપર લીક બજેટ સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સામાન્ય રીતે બુધવારે કેબિનેટ બેઠક યોજાય છે. પરંતુ બુધવારથી કચ્છમાં કાર્યક્રમ હોવાને કારણે કેબિનેટ બેઠકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.CM સાંસદો-ધારાસભ્યો-પ્રજા વર્ગો ને મળી શકશે નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર 7 ફેબ્રુઆરી અને બુધવાર 8 ફેબ્રુઆરીએ કચ્છના ધોરડો-સફેદ રણ ખાતે યોજાનાર G-20 ની પ્રથમ ટુરિઝમ વર્કીંગ ગૃપની બેઠકમાં સહભાગી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના આ પૂર્વ નિર્ધારિત રોકાણોના કારણે 7 ફેબ્રુઆરી અને 8 ફેબ્રુઆરી બુધવારે ગાંધીનગરમાં સાંસદો,ધારાસભ્યો, પદાધિકારીઓ કે પ્રજા વર્ગો નાગરિકોને મળી શકશે નહી.G-20ની બેઠકો પૈકી 15 બેઠકો ગુજરાતમાં યોજાશે ભારતના યજમાન પદે યોજાઈ રહેલી G-20 ની બેઠકો પૈકી 15 બેઠક ગુજરાતમાં યોજાવાની છે. આ પૈકી ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠક 7 થી 8 ફેબ્રુઆરી દરમિયાન કચ્છમાં ધોરડો ખાતે આયોજિત કરવામાં આવેલ છે. આ વર્કિંગ ગૃપની પ્રથમ બેઠકમાં ભારત સરકારના પ્રવાસન મંત્રી કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ G-20 ના સહભાગી દેશોના પ્રતિનિધિઓ પણ જોડાવાના છે.