Connect Gujarat
ગુજરાત

થરાદ તરફથી આવતી કારની ટ્રેકટર સાથે જોરદાર ટક્કર, એક યુવાનનું કરુણ મોત

થરાદ તરફથી આવતી કારની ટ્રેકટર સાથે જોરદાર ટક્કર, એક યુવાનનું કરુણ મોત
X

ગતરાત્રે બારેક વાગ્યાના સમયગાળા દરમિયાન GJ-03 JR-9419 નંબરની કાર થરાદથી ખેંગારપરા તરફ જઈ રહી હતી. આ કાર ભોરડુ ગામે પહોંચતા આગળ જતા એક ટ્રેકટર સાથે ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાખાસર રાજવી પરિવારના આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજયું હતું. મુળ બાખાસરના પણ વર્ષોથી થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે વસતા નરેન્દ્રસિંહ ભુપતસિંહ ચૌહાણ (ઉંમર 27 વર્ષ), જેઓ ગત રાત્રીએ થરાદથી ખેંગારપુરા જતા હતા. તે દરમિયાન ભોરડુ ગામે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

તેઓ પોતાની પાછળ બે વર્ષની દીકરી અને એક વર્ષના દિકરાને અને નાની હાંજણને વિલાપ કરતા મૂકી ગયા છે. જે ટ્રેકટર સાથે અકસ્માત થયેલ છે તે ટ્રેકટર ભોરડુ ગામનો છે. આ રોડ પર ટ્રેક્ટરના પાછળથી અથડાવાથી અકસ્માતનો આ મહિનાનો આ બીજો બનાવ બન્યો છે.

Next Story