USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો મામલો : સાબરકાંઠાની પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ ખોલ્યા…

USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો મામલો : સાબરકાંઠાની પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ ખોલ્યા…
New Update

અમેરિકામાં 9 ગુજરાતીનો ગેરકાયદે પ્રવેશ મેળવવાનો મામલો

ઝડપાયેલા 2 આરોપીઓને કોર્ટે સબજેલ મોકલવાનો હુકમ કર્યો

અમેરિકાના એજન્ટોના નામ સામે આવતા પોલીસ કાર્યવાહી તેજ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામનો યુવક અમેરિકા ગયો અને 5 મહિનાથી સંપર્ક નહીં થતા યુવકની પત્નીએ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે 2 એજન્ટને ઝડપી લીધા હતા. જેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. આ દરમિયાન વધુ 2 અમેરિકાના એજન્ટોના નામ સામે આવ્યા છે. જેને લઈને પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામનો યુવક ભરત રબારી 8 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકા જવા નીકળ્યો હતો, ત્યારે તેની સાથે બીજા 8 ગુજરાતીઓ પણ અલગ અલગ જિલ્લાના હતા. તેઓ પણ એજન્ટો મારફતે જતા હતા. જે તમામનો એકબીજા સાથે એજન્ટો મારફતે આવ્યા હતા અને મળ્યા હતા. ભરત રબારી સહિત નવ ગુજરાતીઓના પરિવાર સાથે સંપર્ક નથી થતો. તે પૈકી ભરત રબારીનો 5 મહિનાથી પરિવાર સાથે સંપર્ક નહીં થવાને લઈને ભરત રબારીના પત્ની ચેતના રબારીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 2 એજન્ટ સામે ફરિયાદ નોંધાવી હતી. જે પૈકી એક એજન્ટ દિવ્યેશકુમાર ઉર્ફે જોની પટેલ અને ચતુર પટેલને ઝડપી લેવામાં આવ્યા છે. બન્ને આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા સબજેલમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પોલીસ તપાસમાં વધુ અમેરિકા રહેતા ગ્રીન કાર્ડ હોલ્ડર એવા વધુ 2 એજન્ટોના નામ બહાર આવ્યા છે. જેમાં હાલ અમેરિકા રહેતો મૂળ ગાંધીનગર જિલ્લાના નારદીપુરનો ધવલ પટેલ અને હાલ અમેરિકા રહેતો મૂળ આણંદ જિલ્લાના પેટલાદનો વિજય પટેલનું નામ બહાર આવ્યું છે, ત્યારે બન્ને એજન્ટો સામે લુક આઉટ નોટીસ કાઢવા માટે પોલીસે કાર્યવાહી વધુ તેજ કરી છે.

#Sabarkantha #India #Police revealed #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article