/connect-gujarat/media/post_banners/25d56140f0978f0893bff24aa7f48a3c23b9ab44e4b67a9252cc8d1423602b55.jpg)
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટી પર આજે વિશ્વ સંસ્કૃત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રેડિયો યુનિટી 90 એફ.એમ.પર પ્રવાસીઓને સંસ્કૃત ભાષાનમું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ચાલતા રેડિયો યુનિટી 90 એફએમ પર આજે વિશ્વ સંસ્કૃત દિવસે પ્રવાસીઓને સંસ્કૃતનું માર્ગદર્શન આપવામાં આવી રહયું છે. સાથે સાથે તેનું ભાષાંતર કરીને સમજાવવામાં પણ આવી રહ્યા છે. સંસ્કૃત ભાષાનું મહત્વ વધારવા માટે 'વિશ્વ સંસ્કૃત દિવસ' પર રેડિયો યુનિટી પર સંસ્કૃત ભાષામાં પ્રસારણ કરવામાં આવી રહયું છે.એકતા નગરના તમામ આકર્ષણો અંગે પણ સંસ્કૃતમાં રજૂઆત કરવામાં આવી રહી છે.
રેડિયો યુનિટીમાં રેડિયો જોકી તરીકે અહીંના સ્થાનિક એવા ગુરુચરણ તડવી, હેતલ પટેલ, ડૉ.નીલમ તડવી અને ગંગા તડવી કામ કરી રહ્યા છે. સૌ પ્રથમ તમામને સંસ્કૃત ભાષાની તાલીમ આપીને આર.જે તરીકે પસંદગી કરવામાં આવી હતી અને તેઓ હાલ રેડિયો પર સંસ્કૃત ભાષામાં લોકો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યુ હતુ કે, સંસ્કૃત ભારતની પ્રાચિનતમ ભાષા છે, કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 15થી વધુ ગાઇડ અસ્ખલિત સંસ્કૃત બોલી શકે છે ત્યારે સ્થાનિકોને પણ સ્પેશિયલ ટ્રેનિંગ આપી નોકરી પર રાખાતા રોજગારી પણ વધી છે