Connect Gujarat
ગુજરાત

રાજયમાં ઠેર ઠેર રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી,અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા

X

આજે ધૂળેટીના પર્વની ઉજવણી

રાજયમાં ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન

આબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા

એકમેકને રંગ લગાડી પર્વની કરી ઉજવણી

આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ધૂળેટીના પર્વ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા જેમાં આબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા

સમગ્ર રાજ્યમાં રંગોના પર્વ ધૂળેટીની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.ફાગણ સુદ પુનમ એટલે કે હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો તહેવાર એટલે ધૂળેટી..ધુળેટીના પર્વની વિવિધ સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.અબાલ વૃદ્ધ સો કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને એકમેકને રંગ લગાડી શુભકામના પાઠવી હતી. રંગબેરંગી રંગથી વાતાવરણ જાણે પ્રફુલ્લિત થઇ ઉઠ્યું હતું.

Next Story