Connect Gujarat
ગુજરાત

ગૌતમ અદાણી, ગીતા રબારી સહિતના મહાનુભવોએ ગુજરાતમાં કર્યું મતદાન

ગૌતમ અદાણી, ગીતા રબારી સહિતના મહાનુભવોએ ગુજરાતમાં કર્યું મતદાન
X

આજે લોકશાહીનાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ ભારત સરકારનાં ચેરમેન સુનીલ સિંધીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. સુનિલ સિંધીએ પરિવાર સાથે સનાથલ સ્કૂલ ખાતે મતદાન મથક પર લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો.

મૂળ ગુજરાતી એવા મોટા બિઝનેસમેન ગૌતમ અદાણીએ તેઓનાં પરિવાર સાથે પોતાનો કિંમતી મત આપ્યો હતો.

કચ્છી લોક ગાયિકા ગીતા રબારીએ મતદાન કર્યું હતું. ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કર્યું હતું. લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગીતા રબારીએ કહ્યું હતું કે, દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન જરૂરી છે.

Next Story