Connect Gujarat
ગુજરાત

કેન્દ્રિય વીજ નિયમન પંચના ચેરમેન મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાતે, સૂર્યમંદિરનો લાઇટ-શો જોઈ થયા પ્રભાવિત

શના રાજ્યોના 28 વીજ નિયમન પંચના ચેરમેન અને કેન્દ્રિય વીજ નિયમન પંચના ચેરમેન તેમજ સદસ્યઓએ મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં મોઢેરા સૂર્યમંદિરનો લાઇટ-શો જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા.

X

મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે દેશના રાજ્યોના 28 વીજ નિયમન પંચના ચેરમેન અને કેન્દ્રિય વીજ નિયમન પંચના ચેરમેન તેમજ સદસ્યઓએ મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં મોઢેરા સૂર્યમંદિરનો લાઇટ-શો જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા.

દેશના તમામ રાજ્યોના 28 વીજ નિયમન પંચના ચેરમેન અને કેન્દ્રિય વીજ નિયમન પંચના ચેરમેન તેમજ સદસ્યોએ મહેસાણા જિલ્લામાં આવેલ મોઢેરાના સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી. આ સાથે સોલાર પ્લાન્ટ ઉત્પાદક અને સંગ્રહ પ્રોજેક્ટની વિગતો પણ જાણી હતી. તેમજ દેશનું સમગ્ર સોલાર ઉર્જાથી સંચાલિત મોઢેરા ગામની વીજ વિતરણ અને ઉપયોગ અંગે પણ માહિતી મેળવી હતી. સમગ્ર દેશમાં વીજળી વિતરણને લગતા એક સમાન નિયમોનું પાલન થાય તે માટે અને વિદ્યુતક્ષેત્ર અને સર્વગ્રાહી વિકાસ અંગેનું કામ કરતા આ ફોર્મની મીટીંગ ગાંધીનગર ખાતે યોજાય હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીકલ્પના મુજબ જ સ્થપાયેલા મોઢેરા સોલાર પાર્ક, મોઢેરા સૂર્યમંદિર તેમજ સુજાણપુર સોલાર ઉત્પાદક અને સંગ્રાહક પ્રોજેક્ટની વિગતો જાણીને આયોગના ચેરમેન તેમજ સદસ્યો પ્રભાવિત થયા હતા.

Next Story