/connect-gujarat/media/post_banners/d6669d3137a51355508eda8960d2c47ec1556c10d98f6067c78e9994f68fa84e.webp)
આધારકાર્ડનાં ઓથેન્ટિકેશનને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દેશનાં વિભિન્ન જેલોમાં બંધ કેદીઓનાં આધારકાર્ડ ઓથેન્ટિકેશન કરાવવા માટે રાજ્ય સરકારોને આદેશ આપ્યાં છે. કેન્દ્ર સરકારે રાજ્યોને સ્વૈચ્છિક આધાર પર જેલોમાં બંધ કેદીઓનાં આધારકાર્ડનાં ઓથેન્ટિકેશન કરાવવા માટે કહેવામાં આવ્યું છે જેનાથી તે હેલ્થકેર, સ્કિલ, વોકેશન ટ્રેનિંગ જેવી સુવિધાઓનો લાભ મેળવી શકે.
આધાર કાર્ડનાં ઓથેન્ટિકેશનથી આ તમામ સરકારી સુવિધાઓ અને સેવાઓની સાથે જેલોમાં બંધ કેદીઓને કાયદાકીય સહાયતા અને સંબંધીઓની સાથે મુલાકાતની સુવિધાનો લાભ મેળવવામાં ઉપયોગી થશે. કેન્દ્ર સરકારે આ વિષયે નોટિફિકેશન જાહેર કરી દીધી છે. ગૃહમંત્રાલયની તરફથી જાહેર નોટિફિકેશનમાં આધાર ઓથેન્ટિકેશનનાં નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે ગુડ ગવર્નેંસ (સોશિયલ વેલફેર, ઈનોવેશન, નોલેજ) નિયમો 2020નાં પાંચમાં નિયમ અંતર્ગત લેવામાં આવ્યો છે.