ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો, કેટલાક જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે માવઠાની આગાહી

New Update
રાજ્યના 220 તાલુકામાં ખાબક્યો વરસાદ, લોધિકા, તાલાલામાં અંકલેશ્વર, વંથલીમાં નોંધાયો 2 ઈંચ વરસાદ

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે આજથી વાતાવરણમાં પલટો આવશે. વાત જાણે એમ છે કે, કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આજે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે. આ પહેલા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં માવઠાની આગાહી કરી હતી. જેને લઈ હવે આજથી ગુજરાતના અનેલ વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.

રાજ્યમાં આજથી વાતાવરણમાં પલટાની શક્યતા છે. કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે. આજે બનાસકાંઠા-પાટણ, ડાંગ અને નવસારીમાં વરસાદની સંભાવના છે. આ સાથે વલસાડ અને દમણમાં વરસાદની શક્યતા તો કચ્છ, મોરબી અને રાજકોટમાં વરસાદની આગાહી છે. આ સાથે જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.

Latest Stories