Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : પાનવડના સિંગલા વાવ પાટીયા નજીક 50 વર્ષ જૂનું નાળુ તૂટી પડતાં વાહનચાલકોને હાલાકી..!

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે છોટાઉદેપુર-કવાંટ રોડ પર સિંગલા વાવ ગામના પાટીયા નજીક 50 વર્ષ જૂનું નાળુ તૂટી પડ્યું છે.

X

છોટાઉદેપુર જિલ્લાના પાનવડ તાલુકાના સિંગલા વાવ પાટીયા નજીક સ્ટેટ હાઇવે પર 50 વર્ષ જૂનું નાળુ તૂટી પડતાં વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે છોટાઉદેપુર-કવાંટ રોડ પર સિંગલા વાવ ગામના પાટીયા નજીક 50 વર્ષ જૂનું નાળુ તૂટી પડ્યું છે. આ નાળુ તૂટી પડતાં કવાંટ તરફ જતા કે, કવાંટથી આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, આ નાળામાં ભંગાણ સર્જાવા સાથે મોટા મોટા ગાબડાં પડી ગયા છે. તો એક છેડેથી બીજા છેડા સુધી સમગ્ર રોડ બેસી ગયો છે. હાલ ત્યાંથી સાવચેતી પૂર્વક વાહનો પસાર થઈ રહ્યા છે. પરંતુ નાળુ તૂટવાના કારણે હાઇવે પર અવર-જવર કરતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો બીજી તરફ, માર્ગ પર મોટું ગાબડું પડતાં ભ્રષ્ટાચારનું ગાબડું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જોકે, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ ઘટનાની ગંભીતાને ધ્યાને લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હંગામી ધોરણે મરામતની કામગરી શરૂ કરાવી હતી. આ સાથે જ એક-બે દિવસમાં પાઇપ નાળું બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Next Story