Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર: નસવાડીના વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તે ડુંગરની ભેખડ ધસી પડી,ગ્રામજનોને ભારે હાલાકી

નસવાડીના વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તે ડુંગરની ભેખડ ધસી પડી હતી.રસ્તો બંધ થતા ગ્રામજનો જાતે રસ્તાઓ સાફ કરવા મજબૂર બન્યા છે

X

છોટાઉદેપુરના નસવાડીના વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તે ડુંગરની ભેખડ ધસી પડી હતી.રસ્તો બંધ થતા ગ્રામજનો જાતે રસ્તાઓ સાફ કરવા મજબૂર બન્યા છે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના પાંચ ગામને જોડતા કાચા રસ્તા પર ડુંગરની ભેખડ ઢસડી પડતા વાહનોની અવર જવર બંધ પડી છે.વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તે ડુંગરની ભેખડ પડી હોય રસ્તો બંધ થયો જેથી ખેંદા, છોટીઉમર, કુપ્પા, ગનીયાબારી,સાંકડીબારી, સાથે મહારાષ્ટ્રના લોકો નર્મદા નદીમા થઈ આવતા હોય જે રસ્તો થયો બંધ છે.ભારે વરસાદમા કાચા રસ્તા હોય કોતરો પર ક્ટ પડતા એક બાઈક અને જીપ કાઢવા પણ ગ્રામજનો રીતસરના ઝઝૂમી રહ્યા હતા.આઝાદીના સાત દાયકા બાદ ગતિસીલ ગુજરાતના આ દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે.

Next Story