Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : વિવિધ રાજ્યોની યુનિવર્સિટીના ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવનાર ભેજાબાજો ઝડપાયા...

રાજ્યની યુનિવર્સિટીના નકલી સર્ટિફિકેટ બનાવી આપી લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચારતા હતા.

X

છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ રાજ્યોની યુનિવર્સિટીના નકલી સર્ટિફિકેટો બનાવી આપી લોકો સાથે છેતરપિંડી કરતાં 2 શખ્સોની SOG પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર પોલીસની ગિરફ્તમાં રહેલા આરોપીઓ BHMS તબીબ ANM/GNM નર્સિંગ, ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડ તથા ગુજરાત, દિલ્હી, સિક્કિમ, તામિલનાડું અને હરિયાણા રાજ્યની યુનિવર્સિટીના નકલી સર્ટિફિકેટ બનાવી આપી લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચારતા હતા.

તાહેર અબ્બાસ વોરા નામનો શખ્સ છોટાઉદેપુર નગરમાં ઇનફોનસિક્સ એજ્યુકેશન ઇંટરીટ્યૂટ નામનું સેન્ટર ચલાવે છે. તેના પર પોલીસને શક હતો કે, તે નકલી સર્ટિફિકેટ બનાવી લોકો પાસેથી તગડી ફી વસૂલ કરી છેતરપિંડી કરે છે, જ્યારે આ સેન્ટર પર પોલીસે છાપો માર્યો, ત્યારે અબ્બાસે આવા કોઈ દસ્તાવેજ બનાવતો નથી કે, નથી કોઈને આપતો તેવું જણાવી તે હાલ ફક્ત કોમ્પ્યુટર ક્લાસ ચલાવી રહ્યો હોવાનું જણાવ્યુ હતું, જ્યારે પોલીસે કોમ્પ્યુટર કલાસનું લાઇસન્સ માંગ્યું, ત્યારે તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. ત્યારબાદ પોલીસે કોમ્પ્યુટરની તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

જોકે, પોલીસ દ્વારા તપાસ કરતાં કોમ્પ્યુટરમાંથી રાસ્ટ્રીય મુક્ત વિધ્યાલય શિક્ષા સંસ્થાન, APLL સર્ટિફિકેટ ઓફ ટ્રેનિગ ન્યુ દિલ્હી, ઈસ્ટર્ન ઇસ્ટિટ્યૂટ ફોર ઇન્ટેગ્રેટેડ લર્નિંગ ઇન મેંજમેંટ યુનિવર્સિટી, સિક્કિમ, પી. હાયર સેકન્ડરીય સ્કૂલ મદુરાઇ, તામિલનાડું, ગુજરાત નર્સિંગ કાઉન્સીલ, અમદાવાદ અને મુક્ત વિધ્યાલય શિક્ષા પરિસદ, હરિયાણાના બનાવટી સર્ટિફિકેટો મળી આવ્યા હતા. જોકે, આ તમમા સંસ્થાના બનાવટી સર્ટિફિકેટ બનાવવા માટેનું સૉફ્ટવેર પણ પોલીસને મળી આવ્યું છે.

પોલીસે તાહેર વોરાની કડકાઇથી પૂછપરછ કરતાં તે વડોદરાના અજિત સોનવણે, સંતરામપુરના રાજેશ પટેલીયા, છોટાઉદેપુરના દિનેશ નાયકા સાથે મળી આ કામ કરતો હોવાની કબુલાત આપી હતી. આ ઉપરાંત આરોપી તાહેર વોરાએ લોકોને વિશ્વાસમાં લઈ નોકરી અપાવવાની લાલચ આપી મોટી રકમ ઉઘરાવતો હતા. પોલીસ તપાસ દરમિયાન લોકો પાસેથી 11.42 લાખ જેટલી રકમાં મેળવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો બનાવટી સર્ટિના કેટલા લોકો નોકરીએ લાગ્યા છે તે દિશા પોલીસ તપાસ કરી રહી છે કે. જોકે, પોલીસ તપાસમાં મસમોટું કૌભાંડ બહાર આવે તેવી પણ શ્ક્યતા વર્તાય રહી છે.

Next Story