Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર:નસવાડીના આનંદપુરીમાં આંકડાના અડ્ડા પર સ્ટેટ મોનેટરીંગસેલની રેડ

છોટાઉદેપુર:નસવાડીના આનંદપુરીમાં આંકડાના અડ્ડા પર સ્ટેટ મોનેટરીંગસેલની રેડ
X

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીક આનંદપુરી પુરી ગામે આંક ફરકનો અડ્ડો ધમધમતો હોવાની બાતમી સ્ટેટ મોનેટરીંગ સેલને મળતા તેઓએ રેડ કરતા લીમડાના ઝાડ નીચે આંક ફરક લખતા લોકો ઝડપ્યા હતા.જેમાં તેઓ પાસેથી 18,270 રૂ રોકડા તેમજ 5 નંગ મોબાઈલ કિંમત 13000 એની 4 બાઈક કિંમત 70,000 એમ કુલ મળી 1,01,470 નો મુદ્દામાલ કબ્જે કરી આંક ફરકના આંકડા લખનાર અને લખાવનાર 10 લોકો અડ્ડા ઉપરથી ઝડપી પાડી તમામ લોકોને નસવાડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

આ આંક ફરકનો અડ્ડો નર્મદા જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ અને હાલમાં નર્મદા જિલ્લા સુરક્ષા સેતું સોસાયટીમાં નિમણૂક પામેલ સાદીક રાઠોડનો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.સ્ટેટ મોનેટરીંગ સેલના અધિકારીઓએ તેઓની પુછપરછ હાથ ધરતા અડ્ડા મુળ માલિક તરીકે સાદિક.એ.રાઠોડ અને સોહીલ અહેમદ રાઠોડ હોવાનું આંક લખનાર ઈસમોએ પોલીસને જણાવ્યું હતું.

Next Story